ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આઠસોથી વધુ દુકાનોને અસર થઈ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, આ ઇમારતમાં 24 કલાકમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. ગઈકાલે સવારે ભોંયરામાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે
Site Admin | ફેબ્રુવારી 26, 2025 6:43 પી એમ(PM)
ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક આગ લાગી હતી
