એપ્રિલ 17, 2025 9:54 એ એમ (AM)

printer

ગીર સોમનાથમાં બંધ પડેલી બે સુગર ફેક્ટરી ફરી શરુ કરવા કવાયત હાથ ધરાતા ખેડૂતો ખુશખુશાલ

ગીર સોમનાથ જિલ્લામાં બે બંધ સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવાનાં સરકાર ના પ્રયાસને સફળતા મળતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ગ્રીન બેલ્ટ ગણાતા કોડીનાર અને તાલાળા પંથકમાં એક સમયે શેરડીનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થતું. જેનો સીધો ફાયદો પણ ખેડૂતોને મળતો પરંતુ એક સાથે તાલાળા કોડીનાર અને ઉના સુગર ફેક્ટરી એકાએક બંધ થતા ખેડૂતો શેરડીનો પાક ઓછો લેતા થયા હતા. કારણ કે, તેને પોષણક્ષમ ભાવ મળતો ન હતો.
શેરડી પકવતા ખેડૂતોને પોતાની મહેનતે ઉગાવેલી શેરડી ગોળના રાબડામાં અથવા તો ચારા માટે આપવી પડતી. પરંતુ યોગ્ય ભાવ મળતા નહીં.હવે જ્યારે કોડીનાર અને તાલાળા સુગરમિલ ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોને મોટી આશ બંધાઈ હોવાનું ખેડૂત દુર્લભભાઇ બાલધાએ જણાવ્યું હતું.તાજેતરમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા કોડીનાર અને તાલાળાની બંધ સુગર મિલોને ફરી ધમધમતી કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું.આગામી થોડા માસમાં જ આ બંને સુગર ફેક્ટરીઓ ફરી ધમધમતી થશે. જેના કારણે ખેડૂતોએ ઊત્સાહ સાથે શેરડીના પાકનું વાવેતર વધારી દીધું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.