ગાઝા પટ્ટીમાં હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા બાદ ગઇકાલે ઇઝરાયલે 183 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓમાં 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલા પછી વિવિધ આરોપોમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ગાઝા પટ્ટીમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી હેઠળ ગયા મહિને લાગુ કરાયેલા યુદ્ધવિરામ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે.
ઇઝરાયલી સરકારે એક નિવેદનમાં કહ્યું કે, સંઘર્ષ ઓછો કરવા માટે પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઇઝરાયલે ગાઝા પટ્ટી અને હમાસ અંગેની તેની નીતિમાં કોઈ મોટો ફેરફાર કર્યો છે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:48 એ એમ (AM) | ગાઝા પટ્ટી
ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે 183 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા.
