ગાઝા પર રાત્રે થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુઆંક 400ને પાર થયો છે. સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા સંચાલિત પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હવાઈ હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ થયા છે, જેનાથી બે મહિનાના યુદ્ધવિરામઓ સંપૂર્ણ ભંગ થવાનો ભય છે.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે, યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી તે વ્યાપક હુમલાઓ કરી રહ્યું છે. 19 જાન્યુઆરીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી આ સૌથી મોટો હુમલો છે.
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર વારંવાર તેના બંધકોને મુક્ત કરવાનો ઇનકાર કરવાનો અને યુદ્ધવિરામ લંબાવવાના પ્રસ્તાવોને નકારવાનો આરોપ મૂક્યો હતો.
Site Admin | માર્ચ 18, 2025 7:47 પી એમ(PM)
ગાઝા પર રાત્રે થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુઆંક 400ને પાર થયો.
