ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક ઝુંબેશનો પ્રારંભ કરાયો. મેયર મીરાબેન પટેલે પોર ગામના તળાવથી ડ્રોન ઉડાડીને આ નવતર અભિગમની શરૂઆત કરાવી.
આ નવી પહેલ અંતર્ગત, ડ્રોનનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે અને સૌપ્રથમ AI/ML (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગ) આધારિત ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ, આ સ્થળોને ગૂગલ મેપ પર અક્ષાંશ-રેખાંશ સાથે ફોટોગ્રાફ્સ દ્વારા લોકેટ કરાશે. ત્યારબાદ ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય નહીં હોય, તેવા વિસ્તારોમાં મોટા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે.
Site Admin | જુલાઇ 7, 2025 7:21 પી એમ(PM)
ગાંધીનગર મહાનગરપાલિકા મચ્છરજન્ય રોગો સામેની ઝુંબેશમાં ડ્રોનનો ઉપયોગ કરશે
