વિકાસ કાર્યો સમય મર્યાદામાં પુરા થાય તેવી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અધિકારીઓને સૂચના આપી હતી. અમિત શાહના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી, દિશાની યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેની તકેદારી રાખવા પણ શ્રી શાહે સૂચના આપી હતી.શ્રી શાહે આ બેઠકમાં ગાધીનગર જિલ્લામાં કાર્યરત વિકાસ કાર્યોની પ્રગતિ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વ્યાપ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના, અટલ પેન્શન યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓમાં કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમની ગાંધીનગરની મુલાકાત દરમિયાન શ્રી શાહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને પ્રાકૃતિક ખેતી અંગેની ચર્ચા કરી હતી.
Site Admin | જૂન 28, 2025 8:53 એ એમ (AM)
ગાંધીનગર જિલ્લાની તમામ વિકાસલક્ષી યોજનાઓને સમય મર્યાદા પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંત્રને સૂચના
