નવેમ્બર 28, 2024 7:07 પી એમ(PM) | હોમગાર્ડઝ

printer

ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો

ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આગામી સમયમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કાયમી તાલીમ આપવા માટે સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
શ્રી સંઘવીએ હોમગાર્ડઝ જવાનોને રાજ્યના સિતારાઓ ગણાવતા કહ્યું હતું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડઝ હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડઝ સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે.
આ રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા રાજ્યના હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.