ગાંધીનગરમાં કલોલ તાલુકાના છત્રાલ ગામમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ વડે હુમલો કરનારા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. છત્રાલ ઓવરબ્રિજ પાસે ફરજ બજાવતાં ટ્રાફિક ગૃહરક્ષક અને મહિલા ગૃહરક્ષક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી રહ્યાં હતાં. દરમિયાન ત્યાંથી પસાર થતાં એક રિક્ષાચાલકને યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતાં તે કેમિકલ હુમલો કરી ફરાર થઈ ગયો હતો.
જ્યારે ઈજાગ્રસ્ત થયેલા મહિલા ગૃહરક્ષકને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી હોવાનું કલોલના નાયબ પોલીસ અધિક્ષક પી. ડી. મનવરે જણાવ્યું.
Site Admin | જુલાઇ 18, 2025 6:57 પી એમ(PM)
ગાંધીનગરમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ હુમલો કરનારા રિક્ષાચાલકની ધરપકડ