ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 2:58 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને અમદાવાદના ISRO વૈજ્ઞાનિકો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ભારતીય અવકાશ કાર્યક્રમ અને નીતિઓ સામાજિક લાભ માટે ગ્રાઉન્ડ ઓબ્ઝર્વેશન એપ્લિકેશન્સ, ISRO જીઓ-પોર્ટલ, વેદ અને MOSDAC પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું. આ બેઠકમાં અવકાશ કાર્યક્રમો માટે અમલીકરણ અને ખામીઓ પર ચર્ચા કરવામાં આવી.
વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને હિસ્સેદારોને એકસાથે લાવવા માટે અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક વિકાસ માટે અવકાશ-આધારિત તકનીકોના અસરકારક ઉપયોગની ચર્ચા અને અન્વેષણ કરવાનો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ