એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM)

printer

ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

ઇફકોના રિસર્ચ અને ડેવલપેમેન્ટના કારણે આજે નૈનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની પચાસ વર્ષની સુદીર્ઘ યાત્રાને વર્ણવતા કહ્યું હતું કે ઇફકોએ લેબોરેટરીમાં થતાં આધુનિક પરિક્ષણોને લેન્ડ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ઇફકોના બીજ અનુસંધાન એકમનું પણ અમિત શાહે ઉદ્ધાટન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું હતુંકે જ્યારે ઇફકોની શતાબ્દિ મનાવાશે ત્યારે પણ ઇફકોનો વિશ્વના સહકારી ક્ષેત્રમાં ડંકો વાગતો હશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.