રાજ્યભરના પુલોની ચકાસણી યુધ્ધના ધોરણે શરૂ થઈ છે. ગંભીરા બ્રીજની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે તકેદારીના ભાગરૂપે ચકાસણી શરૂ કરી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પ્રાંત અધિકારીએ 11 પુલ સહિત ફુટ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની તાત્કાલિક ચકાસણી કરી હતી અને વિગતવાર અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કર્યો હતો. આ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન-બી વિસ્તારમાં સુરત-નવસારી રોડ ઉપર સાતવલ્લા જંક્શન પાસે રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચને પેવરબ્લોક નાંખી મરામત કરવામાં આવ્યું.વલસાડ શહેર અને લીલાપોર સહિત કોસ્ટલ વિસ્તારને જોડતા ઔરંગા નદીના પીચિંગ પાસેના પુલ પર મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. આ સાથે જ NH-56 પરના પાંચ મુખ્ય પુલ પણ બંધ કરવામાં આવ્યા.ગાંધીનગર જિલ્લામાં આવેલા 90 પુલનું પાંચ ટીમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. રાયપુર નર્મદા કેનાલ પર આવેલો પુલ પ્રાથમિક રીતે ભારે વાહનો માટે બંધ કરાશે . આજે આવનાર 11 પુલના રીપોર્ટ બાદ આખરી નિર્ણય લેવાશે.
Site Admin | જુલાઇ 13, 2025 8:56 એ એમ (AM)
ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે રાજ્યભરના તમામ પુલોની યુધ્ધના ધોરણે ચકાસણી
