ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ગાંધીનગરમાંથી 7 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો કબજે કર્યો.

ગાંધીનગર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખાદ્ય સુરક્ષા પખવાડિયા અંતર્ગત શંકાસ્પદ 842 કિલો ઘી અને 898 કિલો મીઠો માવો જપ્ત કર્યાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, તંત્રએ જિલ્લાના વિવિધ સ્થળો પર ચકાસણી દરમિયાન અંદાજિત 7 લાખ 50 હજાર 580 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. તંત્રએ માવો, ઘી, તેલ, બરફી, મિઠાઈ, ફરસાણ, સુકામેવા સહિતની બનાવટોના કુલ 172 જેટલા નમૂના લઈ તેને રાજ્યની ખાદ્ય પ્રયોગશાળામાં તપાસ માટે મોકલ્યા છે.
ખાદ્ય સુરક્ષા પખવાડિયામાં જનજાગૃતિ લાવવા માટે કચેરી દ્વારા મીઠાઈ -ફરસાણના વેપારી તથા ખાદ્યચીજના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે સંવાદ યોજવામાં આવ્યો હતો. જ્યારે શાળા અને મહાવિદ્યાલયો ખાતે ખાદ્ય સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.