ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 19, 2025 7:48 પી એમ(PM)

printer

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. સાત દિવસની  આ ટુર્નામેન્ટમાં ત્રણ વયજૂથની સ્પર્ધાઓમાં 513 ખેલાડી
ભાઈઓએ  ભાગ લીધો હતો.જેમાં અં-૧૪ એજ ગ્રુપમાં પ્રથમ અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતિય પાટણની ટીમ, અં-૧૭મા અરવલ્લીની ટીમ પ્રથમ અને દ્વિતિય અમદાવાદ ગ્રામ્યની ટીમ અને ઓપન એજ ગ્રુપમાં
પ્રથમ સ્થાને અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતિય સ્થાને ગાંધીનગર ગ્રામ્યની  ટીમો વિજેતા બની હતી. ઉલ્લેખનીય છે, ઝોન કક્ષાની વિજેતા ટીમો રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.