સુરતના ખેલાડી દક્ષ ભૂતે બિહારમાં રમાયેલી ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં યોગાસન પરંપરાગત ઇવેન્ટમાં બીજું સ્થાન મેળવી રજત ચંદ્રક જીત્યો છે. દક્ષની આ સિદ્ધિ બદલ ગુજરાત રમતગમત સત્તામંડળ- S.A.G. સહિત તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સનું ગઈકાલે સમાપન થયું. આ રમતમાં 58 સુવર્ણ, 47 રજત અને 53 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 158 ચંદ્રક જીતીને મહારાષ્ટ્ર ટોચના સ્થાને રહ્યું હતું.
Site Admin | મે 16, 2025 10:02 એ એમ (AM)
ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં સુરતના ખેલાડી દક્ષ ભૂતે યોગાસનમાં રજત ચંદ્રક જીત્યો
