ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 8:34 પી એમ(PM)

printer

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૫ આજથી બિહારના પટનામાં ભવ્ય સમારોહ સાથે શરૂ થયો

૧૮ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ;ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૫; આજે સાંજે બિહારના પટનામાં એક રંગીન અને ભવ્ય સમારોહ સાથે શરૂ થયો. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો સંદેશના માધ્યમથી સહભાગીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે,દેશભરમાંથી એકઠા થયેલા ઉત્કૃષ્ટ ખેલાડીઓને અમે અભિનંદન આપીએ છીએ. બિહારના વિવિધ શહેરોમાં અનેક સ્પર્ધાઓ યોજાશે, જ્યાં 6,000 થી વધુ રમતવીરો આ પવિત્ર ભૂમિ પર ધ્વજ ફરકાવશે. હું બધા સહભાગીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.