ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 9:57 એ એમ (AM)

printer

‘ખેડૂતોના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્દેશ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂ થતાં ખેડૂતોના પ્રશ્નો તથા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે નિર્દેશ આપ્યાં છે. શ્રી પટેલે ગઇકાલે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી.તેમણે જણાવ્યું, લોકોમાં જાગૃતિ વધતાં વ્યક્તિગતની સાથે જાહેરહિતને લગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે. શ્રી પટેલે રાજ્ય સ્વાગતમાં મળેલી 131 રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ માટે માર્ગદર્શન-સૂચનાઓ આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ