ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 9:27 એ એમ (AM)

printer

ખરિફ પાકોના વધુ ઉત્પાદનની આશા સાથે ચાલુ વર્ષનો કૃષિ ઉત્પાદનનો અંદાજ જાહેર કરતું કેન્દ્રીય કૃષિ મંત્રાલય.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કર્યો છે. ખરીફ અનાજનું ઉત્પાદન અંદાજે એક હજાર 664 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જ્યારે રવિ અનાજનું ઉત્પાદન એક હજાર 645 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો અંદાજ છે.ખરીફ ચોખાનું ઉત્પાદન એક હજાર 206 લાખ મેટ્રિક ટનથી વધુ હોવાનો અંદાજ છે, જે 2023-24માં લગભગ એક હજાર 132 લાખ મેટ્રિક ટન હતું. તુવેર અને ચણાનું ઉત્પાદન અનુક્રમે 35.11 લાખ મેટ્રિક ટન અને 115.35 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.મુખ્ય કૃષિ પાકો પરના ડેટા જાહેર કરતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, કૃષિ મંત્રાલય વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે, જેના પરિણામે કૃષિ પાક ઉત્પાદનમાં રેકોર્ડ વધારો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ