ક્રિકેટમાં, યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારત સામે 4 વિકેટે 251 રનના ગઇકાલના સ્કોરથી પોતાની પ્રથમ ઇનિંગની રમત ફરી શરૂ કરશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ઇંગ્લેન્ડ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. ગઈકાલે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે જો રૂટ 99 રન પર અને બેન સ્ટોક્સ 39 રન પર ક્રીઝ પર હતા.
ગઇકાલે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર બેન ડકેટ અને જેક ક્રોલી એક જ ઓવરમાં આઉટ થયા બાદ જો રૂટ અને ઓલી પોપ વચ્ચે 109 રનની મહત્વપૂર્ણ ભાગીદારી સાથે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું
ભારત માટે, નીતિશ કુમાર રેડ્ડીએ બે અને રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહએ એક-એક વિકેટ લીધી હતી. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત અને ઈંગ્લેન્ડ 1-1થી બરાબર પર છે.
Site Admin | જુલાઇ 11, 2025 1:58 પી એમ(PM)
ક્રિકેટમાં, ભારત સામેની ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે ઇંગલેન્ડ આજે 4 વિકેટે 251 રનનાં સ્કોરથી રમત આગળ ધપાવશે
