ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ક્રિકેટમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર રહ્યા

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન પર HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જોકે, તેણે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.HCAમાં 20 કરોડના કથિત ગોટાળાની તપાસ કરી રહેલી EDએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભૂતપૂર્વ ક્રિકેટર અરશદ અયુબ અને શિવલાલ યાદવની પૂછપરછ કરી હતી.ઉલ્લેખનીય છે કે  ED એ અઝહરુદ્દીન, HCA ના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદને 3 ઓક્ટોબરે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ તેમણે વધુ સમય માંગતા,તેમની વિનંતીને પગલે, EDએ તેમને 8 ઓક્ટોબરે હાજર થવા માટે નવી નોટિસ આપી હતી.એજન્સી દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબમાં આજે તેઓ EDની પ્રાદેશિક કચેરી પહોંચ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.