નવેમ્બર 7, 2024 2:18 પી એમ(PM)

printer

ક્યૂબાના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું રાફેલ ત્રાટક્યું છે

ક્યૂબાના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું રાફેલ ત્રાટક્યું છે. જેને પગલે દેશના અનેક ભાગોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ અનુસાર વાવાઝોડાને કારણે પશ્ચિમ ભાગોમાં વિનાશક પૂરની ચેતવણી આપી છે. ક્યૂબા પહોંચતા પહેલા વાવાઝોડા રાફેલને કારણે કેમેન અને જમૈકામાં ભારે વરસાદ અને અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડું ગઈકાલે હવાનાથી દક્ષિણ – દક્ષિણ
પશ્ચિમમાં 65 કિલોમીટર દૂર હતું.

નેશનલ હેરિકેન સેન્ટર અનુસાર રાફેલને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે 22 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો હતો. ક્યૂબાની સરકારે ગઈકાલે હવાનામાં પૂરની આશંકાને પગલે ચેતવણી ઉચ્ચારી હતી. ભારે વરસાદની સ્થિતિને જોતા શાળાઓ, પરિવહન સેવા તેમજ વિમાન સેવાને અસર થવા પામી હતી. પશ્ચિમ વિસ્તારોમાં સવચેતીના ભાગરૂપે
હજારો લોકોને સ્થળાંતરિત કરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.