ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 23, 2025 1:50 પી એમ(PM)

printer

કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદ સામે દેશ એક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતારાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતકરી છે અને આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એક સોશિયલમીડિયા પોસ્ટમાં, શ્રી ખડગેએ કહ્યું કે, આ જઘન્ય આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા કર્યા વિના છોડવા જોઈએ નહીં.શ્રી ગાંધીએ કહ્યું કે, પીડિતોના પરિવારો ન્યાયને પાત્ર છે.     
શ્રી ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિગતો મેળવવામાટે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ વાત કરી હતી.