કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે. લોકસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સંદર્ભમાં PACSને પ્રાથમિકતા આપવા માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે, PACSને તેમના જથ્થાબંધ કન્ઝ્યુમર પંપને રિટેલ આઉટલેટ્સમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પણ અપાયો છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, નાબાર્ડ અને CSC ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા જેથી PACS કોમન સર્વિસ સેન્ટરો દ્વારા 300 થી વધુ ઈ-સેવાઓ પૂરી પાડી શકે. હાલમાં 33 રાજ્યોમાં 42 હજારથી વધુ PACS, CSC તરીકે કાર્યરત છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:08 પી એમ(PM)
કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે
