કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં 7 કરોડથી વધુ પગારદાર કર્મચારીઓને ફાયદો થશે. આ દરની ભલામણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી. મંજૂર દર નાણાકીય વર્ષ 2023-24 થી યથાવત છે, જ્યારે 2022-23 માં તે 8.15 ટકા હતો. EPFO એ નોંધપાત્ર કામગીરીમાં પણ પ્રગતિ કરી છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં 6 માર્ચ, 2025 સુધી 2.16 કરોડ ઓટો-ક્લેમ સેટલમેન્ટનો રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો છે – જે 2023-24 માં 89.52 લાખ હતો
Site Admin | મે 25, 2025 9:24 એ એમ (AM)
કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી
