કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ગામમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા સહકારની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. શ્રી શાહે તમામ રાજ્યોને તેમના રાજ્યમાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલયથી સંબંધિત ઓછામાં ઓછું એક સહકારી તાલીમ સંસ્થા બનાવવા અનુરોધ કર્યો.નવી દિલ્હીમાં ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની “મંથન બેઠક”માં શ્રી શાહે આ મુજબ જણાવ્યું. આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષને લઈ યોજાયેલી બેઠકનો ઉદ્દેશભારતમાં સહકાર આંદોલનને સશસ્ત બનાવવા ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા, સિદ્ધિઓનું મૂલ્યાંકન અને સહકાર વધારવા યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર કરવાનો હતો.
Site Admin | જુલાઇ 1, 2025 7:29 એ એમ (AM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશના દરેક ગામમાં આગામી પાંચ વર્ષમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય
