કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો. આણંદમાં ગઈકાલે દેશની સૌપ્રથમ “ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય”નું ભૂમિપૂજન કરતા શ્રી શાહે આ વાત કહી. તેમણે કહ્યું, સહકારી ધોરણે ટેક્સી અને વિમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંશાધન આ વિશ્વ-વિદ્યાલયમાંથી મળી રહેશે.શ્રી શાહે સહકાર મંત્રાલયની સ્થાપનાને આર્થિક રીતે નબળા અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, સહકારે ક્ષેત્રમાં થતી ભરતીમાં આ વિશ્વ-વિદ્યાલયમાંથી શિક્ષણ લેનારાઓને નોકરી મળશે. દરમિયાન શ્રી શાહ આજે સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદમાં અમૂલ ડેરી ખાતે યોજાનારા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
Site Admin | જુલાઇ 6, 2025 9:53 એ એમ (AM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો
