કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડૉક્ટર સુકાંત મજુમદારે કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના કુલપતિઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મુખ્ય પ્રવાહમાં લાવવા મુખ્ય પગલા લેવા હાકલ કરી. તેમણે કુલપતિઓને દેશના બૌદ્ધિક ભાગ્યના મશાલવાહક પણ ગણાવ્યા. નર્મદાના કેવડિયામાં કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના 2 દિવસના સંમેલનના સમાપન સમારોહમાં શ્રી મજુમદારે આ વાત કહી.શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020ના અમલીકરણના પાંચ વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે વ્યૂહાત્મક ગોઠવણી, જ્ઞાન વિનિમય, આગામી આયોજન અને તૈયારી પર કેન્દ્રીત ચર્ચા થઈ.
Site Admin | જુલાઇ 11, 2025 6:25 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મુખ્ય પ્રવાહમાં લાવવા પગલા લેવા કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના કુલપતિઓને હાકલ કરી
