ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2025 9:48 એ એમ (AM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મેરઠમાં કૃષિ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેરઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે કૃષિ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને ઉદ્યોગસાહસિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા અને વાજબી ભાવ સુનિશ્ચિત કરવા માટે યાંત્રિક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં ભારતીય ટેકનોલોજી સંસ્થા-રોપરની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
શ્રી પ્રધાને એવી પણ જાહેરાત કરી કે ખેડૂત-કેન્દ્રિત સંશોધન અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીમાં એક કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.