ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 30, 2025 7:07 પી એમ(PM) | ડોક્ટર જીતેન્દ્રસિંહે

printer

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે.
આજે ગાંધીનગરમાં સુશાસન પર બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સુશાસન વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો.
સુશાસન માટે નરેન્દ્ર મોદી સરકારે લીધેલાં પગલાં અંગે તેમણે આ મુજબ જણાવ્યુ…..

ડોક્ટર સિંહે જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોના અધિકારીઓ ગુજરાતમાં આયોજન માટે તત્પર હોય છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે અધિકારીઓ માટે શરૂ કરેલી ચિંતન શિબિર ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, ડિજીટલ ક્ષેત્રમાં પણ ગુજરાત સરકાર અગ્રેસર છે અને ડિજિટલ ગવર્નન્સ દ્વારા સરકારે સ્વાગત જેવી અનેક પહેલ કરી છે. બે દિવસની આ પરિષદમાં શાસનમાં નવીન પ્રથાઓ અને ઉકેલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરની જાહેર વહીવટી સંસ્થાઓના આગેવાનો ચર્ચા કરશે.