કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ભારત અને મલેશિયા વચ્ચે વ્યાપારી સંબંધને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હી ખાતે ભારત-મલેશિયા મુખ્ય કાર્યકારી અધિકારી મંચની બેઠક દરમિયાન શ્રી ગોયલે બંને દેશ વચ્ચે વ્યાપારી સંબંધને પ્રોત્સાહન આપવા તેમજ સહકારને વધારવા વિવિધ તકનો ઉલ્લેખ કર્યો હતો.
શ્રી ગોયલે શિક્ષણ, આરોગ્ય, આંતરમાળખા, પ્રવાસન, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઇ-કૉમર્સ અને સ્વચ્છતા તથા ઊર્જા સહિત અનેક ક્ષેત્રમાં ઉપલબ્ધ અનેક તકને શોધવા માટે મલેશિયાની કંપનીઓને પ્રોત્સાહિત કરી હતી. શ્રી ગોયલે બંને દેશ વચ્ચે ભાગીદારીને વધુ સશક્ત કરવા સહિયારા પ્રયાસના મહત્વ પરપણ ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:25 પી એમ(PM) | વ્યાપારી સંબંધ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ભારત અને મલેશિયા વચ્ચે વ્યાપારી સંબંધને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો
