ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 1, 2025 6:57 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરીડોરથી રૂટ પરના
શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદિલ થશે અને તેનાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવશે. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી.શ્રી વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે 360 કિ.મી જેટલી લાઈનનું કામ પુર્ણતાના આરે છે. શ્રી વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ, લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપના ચાલી રહેલા કાર્યનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું, આગામી ત્રણ વર્ષમાં દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનની નિકાસ થશે.