ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 21, 2025 9:53 એ એમ (AM)

printer

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ અર્થતંત્રમાં દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે ભારતીય રસાયણ પરિષદના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, 2040 સુધીમાં રસાયણ ઉદ્યોગને 220 અબજ ડોલરથી વધારીને એક ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં આ ક્ષેત્રના ત્રણ પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ પ્રતિનિધિમંડળના સભ્યોને ખાતરી આપી કે, સરકાર તેમની ફરિયાદોનું સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને રસાયણ ઉદ્યોગને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.