ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 8:37 એ એમ (AM)

printer

કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી પહેલથી ત્રણ લાખ 48 હજાર કરોડ રૂપિયાની બચત થઈ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- ડીબીટી પહેલથી ગેરરિતી ઘટવાથી ત્રણ લાખ 48 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. ‘ભારતની ડીબીટી પ્રણાલીનું જથ્થાત્મક મૂલ્યાંકન’ શીર્ષક ધરાવતું નીતિ પત્રક ટાંકીને શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું. લોકોનાં કલ્યાણ માટેનાં આ મોડેલ હેઠળ લાભાર્થીઓનું કવરેજ 16 ગણું વધ્યું છે. નીતિ પત્રક અનુસાર, 2013માં અમલમાં મુકાયેલી દેશની ડીબીટી પ્રણાલીએ પારદર્શકતા વધારીને, લિકેજને અંકુશમાં લઈને અને ચોક્કસ ભંડોળની વહેંચણી સુનિશ્ચિત કરીને કલ્યાણ વિતરણને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. આ નીતિ દસ્તાવેજ અંદાજપત્રીય કાર્યક્ષમતા, સબસિડીને તર્કસંગત બનાવવા અને સામાજિક પરિણામો પર ડીબીટીની અસરનું મૂલ્યાંકન કરવા માટે 2009 થી 2024 સુધીના એક દાયકાના આંકડાનું મૂલ્યાંકન કરે છે.