ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 2:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે. બૉર્ડે આ માટે તૈયાર કરેલો મુસદ્દા અંગે નવ માર્ચ સુધી મંતવ્ય મગાવ્યા છે. મુસદ્દામાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચ સુધી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજવાનો પ્રસ્તાવ છે. CBSEએ જણાવ્યું, બે-માંથી એક પરીક્ષા મુખ્ય પરીક્ષા હશે. તેમ જ સુધારાની જરૂર પડે તો વિદ્યાર્થીઓ બીજી પરીક્ષામાં સામેલ થઈ શકશે.