કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશ વિકસિત બની રહ્યો છે ઉદ્યોગ અને વેપારનો ચારેતરફથી વિકાસ થઇ રહ્યો છે.. તેમણે જામનગર ખાતે કહ્યું હતું કે કોરોનાકાળમાં વેપારી ઉદ્યોગપતિઓ અને મહાજનોએ દેશ સેવા કરી અને તેમનો ધર્મ નિભાવ્યો છે.જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવ નિયુક્ત પ્રમુખ રમણીક અકબરીના શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે પોરબંદર ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..
Site Admin | જૂન 7, 2025 8:57 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ઉદ્યોગ અને વેપારના ચારેતરફથી થઇ રહેલા વિકાસને કારણે દેશ આગળ વધી રહ્યો છે
