ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 2:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી, દામોદર કુંડ સુધીની સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીની સાથે અનેક લોકો જોડાયા હતા.
આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય તે ખૂબ આવશ્યક છે. આ માટે સન્ડે ઓન સાયકલ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રત્યેક નાગરિક રવિવારના રોજ એક કલાક સાયકલ ચલાવે તો તેમનું સ્વાસ્થ્ય સુધરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ