ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2025 7:49 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત અને “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને યુરોપના ચાર દેશોના સમૂહ “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. આ સમૂહમાં આઇસલેન્ડ, લિક્ટેનસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે. એસોચેમ દ્વારા આયોજિત એક સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ ગયા વર્ષે 10 માર્ચે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ચારેય દેશોએ મુક્ત વેપાર કરારને બહાલી આપી છે.
આ સમૂહે સો અરબ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કરાર અમલમાં આવ્યાના 10 વર્ષમાં 50 અરબ ડોલર અને આગામી પાંચ વર્ષમાં 50 અરબ ડોલરનું રોકાણ કરવામાં આવશે. આનાથી ભારતમાં 10 લાખ સીધી નોકરીઓનું સર્જન થશે.
શ્રી ગોયલે કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ત્યારે જ જોડાશે જયારે તે રાષ્ટ્રીય હિતમાં હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ