કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરના મિહાન ખાતે પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, આ એશિયાનો સૌથી મોટો નારંગી પ્રોસેસિંગ પ્લાન્ટ હશે. આ પ્લાન્ટમાં દરરોજ 800 ટન સાઇટ્રસ ફળોનું પ્રોસેસિંગ કરી શકાશે જેમાં વિદર્ભ ક્ષેત્રમાં ઉગાડવામાં આવતા વિવિધ પ્રકારના સાઇટ્રસ ફળોનો સમાવેશ થાય છે.નારંગીના રસ ઉપરાંત, આ પ્લાન્ટ નારંગીની છાલમાંથી બનાવેલા સૌંદર્ય પ્રસાધનો અને નારંગીના પલ્પમાંથી બનાવેલા નારંગી બરફી જેવી ખાદ્ય ચીજોનું પણ ઉત્પાદન કરશે. પતંજલિ ગ્રુપને આશા છે કે આ મેગા હર્બલ અને ફૂડ પાર્કથી વિદર્ભના ખેડૂતોને ઘણો ફાયદો થશે. હીં કેચઅપ, અથાણું અને ફળોના જામ જેવી ખાદ્ય ચીજોનું પણ ઉત્પાદન કરવામાં આવશે.
Site Admin | માર્ચ 9, 2025 10:02 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.
