એપ્રિલ 20, 2025 9:54 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ, શ્રી માંડવિયા આજે સવારે ભાયાવદર ખાતે ‘સન્ડે ઑન સાઈકલ’ કાર્યક્રમમાં સ્થાનિકો સાથે સાઈકલ ચલાવશે. ત્યારબાદ તેઓ ઉપલેટા અને ધોરાજી ખાતે નિર્માણ પામનારા નવા S.T. ડેપો, ઉપલેટા રેવન્યૂ ભવન તેમજ વિવિધ માર્ગ અને બ્રિજનું ખાતમુહૂર્ત કરશે.ગઈકાલે શ્રી માંડવિયાએ રાજકોટના ધોરાજી ખાતે 63 લાખ રૂપિયાના 23 વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 62 લાખ રૂપિયાના 23 કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું. દરમિયાન મોટી મારડ ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સંબોધતાં તેમણે સેવાસેતુની સાથે યોજાતા આરોગ્ય ચેકઅપ કૅમ્પથી અનેક લોકોના જીવ બચ્યા હોવાનું પણ જણાવ્યું હતું.