એપ્રિલ 14, 2025 10:35 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી છે.રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં આગામી 19 એપ્રિલે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી મારડ, ભાદાજાળીયા, પીપળીયા, ઉદકીયા, અને પાટણવાવ, ચીચોડ, નાની મારડ, હડમતીયા, નાગલખડા, ભાડેર, છત્રાસા, વેલારીયા, વાડોદર, કલાણા સહિત 15 ગામના નાગરિકો લાભ લઇ શકશે.
આ સેવાસેતુ કાર્યક્રમની સાથે ગામમાં સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, સરપંચો સાથે સંવાદ, ગ્રામ સભા જેવા કાર્યક્રમો પણ યોજાશે.