ઇલેક્ર્ટૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે. તેમાં ગ્રામ સ્તરના ઉદ્યોગસાહસિકોને પ્રાથમિકતા અપાશે. નવી દિલ્હીમાં યશોભૂમિ સંમેલન કેન્દ્રમાં ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગઈકાલે યોજાયેલા “CSC દિવસ” કાર્યક્રમમાં શ્રી વૈષ્ણવે આ વાત કહી.
શ્રી વૈષ્ણવે સામાન્ય સેવા કેન્દ્ર કાર્યકર્તાઓના પ્રયાસ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા કહ્યું, સમગ્ર દેશના ગ્રામ સ્તરના ઉદ્યોગસાહસિકોએ ડિજિટલ ઇન્ડિયાનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડીને એક નોંધપાત્ર ઉદાહરણ રજૂ કર્યું છે.
Site Admin | જુલાઇ 17, 2025 10:09 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે
