નવેમ્બર 26, 2024 9:35 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રીમંડળ

printer

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં 160 કિલોમીટર લાંબી મનમાડ-જલગાંવ ચોથી રેલવે લાઇન, 131 કિલોમીટર લાંબી ભુસાવલ-ખંડવા ત્રીજી અને ચોથી રેલવે લાઇન અને 84 કિલોમીટર લાંબી પ્રયાગરાજ-માનિકપુર ત્રીજી લાઇનનો સમાવેશ થાય છે.
આનાથી વિવિધ પરિયોજનાઓની કામગીરીને સરળ બનશે અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ મળશે. સૌથી વ્યસ્ત વિભાગો પર જરૂરી માળખાકીય વિકાસ કરાશે. કેન્દ્રીય કેબિનેટે અટલ ઇનોવેશન મિશન હેઠળ 31 માર્ચ, 2028 સુધીના સમયગાળા માટે 2 હજાર 750 કરોડ રૂપિયાના ફાળવેલ બજેટને મંજૂરી આપી છે.
આ ઉપરાંત સમિતિએ અરુણાચલપ્રદેશના શી યોમી જિલ્લામાં હીઓ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે એક હજાર 939 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 240 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ 1000 મિલિયન યુનિટ ઊર્જાનું ઉત્પાદન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.