કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે.
દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલુ અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત થયો છે. જેમાં સંતુલિત રાજકોષીય એકત્રીકરણ અને સ્થિર ખાનગી વપરાશનો સમાવેશ થાય છે.
સર્વેમાં જણાવાયું છે શાકભાજીના ભાવમાં મોસમી ઘટાડો અને ખરીફ પાકના આગમન સાથે નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં ખાદ્ય ફુગાવો ઓછો થવાની સંભાવના છે. રોજગાર અંગે જણાવાયું છે કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે બેરોજગારી દર વર્ષ 2017-18માં 6 ટકાથી ઘટીને 2023-24માં 3.2 ટકા થયો છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 7:48 પી એમ(PM) | કેન્દ્રીય નાણાંમંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે
