કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં તપાસ સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની રોકડ, એક હજાર ડૉલર અને સોનાનો જથ્થો મળી આવ્યો છે. સીબીઆઇનું કહેવું છે કે બનાવટી ટેક્નીકલ સપોર્ટના આધારે આરોપીઓ દેશ-વિદેશના લોકો સાથે છેતરપીંડી કરતા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ આ કેસમાં 3 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:05 પી એમ(PM)
કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે
