કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઇકાલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેના માનમાં આ પદયાત્રાનું આયોજન કરાયું છે. યાત્રામાં મહાત્મા ગાંધીજીના વેશમાં ગાંધીપ્રેમીએ પદયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પદયાત્રા 9 એપ્રિલે સાંજે ભીમરાડ પહોંચશે.
Site Admin | એપ્રિલ 7, 2025 10:05 એ એમ (AM)
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
