કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સંકલિત અને ટેકનોલોજી-આધારિત અભિગમ દ્વારા ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં ગંગા સંરક્ષણ પર સશક્ત કાર્યદળની 14મી બેઠકની અધ્યક્ષતા કરતા, શ્રી પાટીલે પ્રોજેક્ટ્સના સમયબદ્ધ અમલીકરણ, પ્રદૂષણ નિયંત્રણ પગલાં અને આંતર-મંત્રાલય સંકલનને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બેઠકમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોના મુખ્ય હિસ્સેદારો હાજર રહ્યા હતા.
Site Admin | માર્ચ 12, 2025 6:51 પી એમ(PM) | કેન્દ્રીય જળશક્તિ મંત્રી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
