ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 9:51 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.છત્તીસગઢ અને ઓડિશાના આદિવાસી જિલ્લાઓના આ યુવાનો હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં છે. આ યુવાનો સાથે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ઘણા વિકાસ કાર્યો થયા છે. તેમણે કહ્યું કે, આ જિલ્લાઓમાં રસ્તાઓ અને રેલ્વેનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે અને નવી શાળાઓ ખોલવામાં આવી છે. શ્રી રાયે જણાવ્યું કે, આદિવાસી સમુદાયોએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેની સંસ્કૃતિના સંરક્ષણમાં ખૂબ જ યોગદાન આપ્યું છે. તેમણે યુવાનોને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપવા અપીલ કરી.
વાતચીત દરમિયાન, છત્તીસગઢના બસ્તર જિલ્લાની આદિવાસી છોકરી ફૂલમણિ કશ્યપે પણ યુવા વિનિમય કાર્યક્રમ વિશેના પોતાના અનુભવો રજૂ કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.