કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે.
જમ્મુ વિસ્તારનાં વિવિધ જિલ્લાઓમાં સલામતી દળો પર ત્રાસવાદી હૂમલાઓ અને ત્રાસવાદીઓ જમ્મુને લક્ષ્ય બનાવી શકે તેવા અહેવાલોને પગલે એનએસજી હબ રચવામાં આવ્યું છે.
NSG કમાન્ડોની તૈનાતી જમ્મુ અને કાશ્મીર માટે ઘડવામાં આવેલી આતંકવાદ વિરોધી યોજનાનો એક ભાગ છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું
