ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 2:37 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. 8 માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.
9 માર્ચના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે.