કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રને આ વર્ષે એપ્રિલ સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની હાજરીમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કહી હતી. શ્રી શાહે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ હેઠળ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.
ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો અને સુરક્ષા પરિસ્થિતિમાં સુધારો થતાં, પોલીસે હવે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ઉમેર્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂર છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના દરેક પોલીસ સ્ટેશને રાષ્ટ્રીય સ્વચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે નવા કાયદાઓની જોગવાઈઓ અંગે તપાસ અધિકારીઓને 100 ટકા તાલીમ વહેલી તકે સુનિશ્ચિત કરવી જોઈએ.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોમાં આ નવા કાયદાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે
Site Admin | ફેબ્રુવારી 19, 2025 9:15 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રને આ વર્ષે એપ્રિલ સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું