ઓક્ટોબર 31, 2024 8:56 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે, શ્રી શાહ બોટાદમાં આવેલા સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રીગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલુ આ નવું ગેસ્ટ હાઉસઅત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને તેમાં 1100 રૂમ હશે.
આવતીકાલે શ્રી. શાહ અમદાવાદમાં પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. લોકભાગીદારીના મોડલ સાથે તૈયાર થયેલા 375 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં દરરોજના એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.